* *
ઘણામાં હોય છે. *
જાત
મારી બારણામાં હોય છે,
રાત આખી આંગણામાં હોય છે.
છે બરફના ચોસલાની રાત તો,
હાથ સૌના તાપણામાં હોય છે.
એક બીજાને હવે મળતા નથી,
માનવી તો હુંપણામાં
હોય છે.
ઝાડ
ઝંખે કોક
પંખીને સદા,
આમ તો પીછા ઘણામાં હોય છે.
બારણું ,બારી અને
ભીંતો ચણી,
“કલ્પ” ઘર શું ધારણામાં
હોય છે ?
-Kalpesh Solanki "kALP"
